1 જાન્યુઆરી 2017 અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન દ્વારા અક્ષર ટ્રાવેલ્સ પ્રા. લી.ને અમદાવાદ હેરિટેજ વોકનું પ્રોફેશનલ મેનેજમેન્ટ માર્કેટિંગ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.જેના સંદર્ભે આજ રોજ અમદાવાદ ના માનનીય મેયર શ્રી ગૌતમભાઈ શાહ ના વરદ હસ્તે અમદાવાદ હેરિટેજ વોક ને ફ્લેગ ઓફ કરી સ્વામિનારાયણ મંદિર કાલુપુર થી ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ ઉદ્દઘાટન નિમિત્તે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમીટી ના ચેરમેન શ્રી પ્રવિણભાઈ પટેલ , રિક્રિએશનલ અને ક્લચરલ હેરિટેજ કમિટી ના ચેરપર્સન શ્રીમતી બિજલબેન પટેલ, ખાડિયા વિસ્તારના કાઉંસિલર શ્રી મયુરભાઈ દવે તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ હેરિટેજ વોકનું ઇન્ટરનેશનલ કક્ષાએ માર્કેટિંગ કરીને તેનું યોગ્ય બ્રાન્ડિંગ કરવામાં આવશે. પ્રોફેશનલ મેજમેન્ટ અને માર્કેટિંગ થી અમદાવાદ હેરિટેજ વોક દ્વારા રોજગારીની અનુરૂપ તકો ઉભી થશે. વધુમાં વધુ પ્રવાસીઓને અમદાવાદ હેરિટેજ વોક નું બુકીંગ કરવા માટે ઓનલાઇન બુકીંગ ની વ્યવસ્થા કરવામાં આવેલા છે. આ હેરિટેજ વોક ને જુદી જુદી. શાળા , કોલેજો, સંસ્થાઓ, કર્પોરેટ ઓફિસોમાં પણ પ્રમોટ કરવામાં આવશે જેથી કરી ને અમદાવાદ ની ઓળખ સામા તેના હેરિટેજ મૂલ્યો ધરાવતા સ્થાપત્યો , મંદિરો, મસ્જિદો, અંગે ની માહિતી સાથે શહેરના લોકો ને જાગૃત કરી તેમજ પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધા રોજગાર ને પ્રોત્સાહિત કરશે. વધુ માં જણાવાનું કે વાઇબ્રન્ટ ગુજરાત 2017 માં પણ અમદાવાદ હેરિટજ વોક નું માર્કેટિંગ કરી ગુજરાત માં આવતા રાષ્ટ્રીય તથા આંતરાષ્ટ્રીય ડેલિગેટ્સ માટે પણ અમદાવાદ હેરિટેજ વોક ની વિઝીટ કરાવી માહિતગાર કરવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *